A poem for a beautiful soul-Mother

A poem for a beautiful soul "Mother"


કંઇક  ખૂટે  છે,  તારાં  વિના  કંઇક  ખૂટે  છે!

તારાં  જેવું  જગતમાં  કોઈ  સર્વસ્વ  નથી,
તારાં  વાત્સલ્ય  રૂપી  પ્રેમનો  કોઈ  અંત  નથી.

હંમેશા  ચહેરા  પર  સ્મિત  રાખનારી,
બીજાં  પર  નિરંતર  દયા  દાખવનારી

મમતાની  મૂરત  છે  તુંલાગણીથી  બંધાયેલી ખૂબસૂરત છે  તું,
તું  સંભાળેલું હું સંભાળુંજાણે મારામાં વસવાટ કરે  તું.

દુઃખ  અને  સહનશીલતાથી  હતી  ભરેલી  તું,
હવે  મારી  શક્તિનું  શ્રેષ્ઠ  દ્રષ્ટાંત  બનેલી  તું.

ત્યારે  કેવી  સર્જાય  હતી    સંકટની  ઘડી,
લાગ્યું  કે અમારાં કરતાં ઈશ્વરને તારી વધુ જરૂર પડી.

કેટલું  સુંદર  હતું    માંદિકરીનું  મિલન,
પરંતુ  ખબર  ના  રહી  કે  થઈ  જશે  ક્ષણભરમાં વિલન.

જતાં  જતાં  કેટલીય  જવાબદારી  સોંપતી  ગઈ,
જાણે  એકબીજાંની  ઈચ્છાઓ અધૂરી રહી  ગઈ.

કોઈ  વિકલ્પ ના રહ્યો  તારો,બસ આટલો    હતો આપણો  સથવારો,
તને  કરું  પ્રાર્થના  એટલી  કે  હંમેશા  ઉપકાર  રહે મારાં  પર  તારો.

કંઇક  ખૂટે  છે,  તારા  વિના  કંઇક  ખૂટે  છે!
                                                         ~Nena
                                                      
Poem on mother-mother and daughter-mother’s poem-missing mother
Mother and daughter










Post a Comment

0 Comments