દિવસો વીતી ગયાં તેના જ્યારે એકબીજાને મળ્યાં હતાં આપણે,
બે મન થઈ ગયાં હોય એક તેવું અનુભવાતું હતું,
કોણ કોને મળે છે તે કહેવું મુશ્કેલ લાગતું હતું,
કલાકો- કલાકો એક પળ જેવી લાગતી હતી,
સમય જલદી પસાર ન થાય ક્યાંક, તે વાત સતાવતી હતી.
દિવસો વીતી ગયાં તેના.....
હવે ક્યારે મળશું તે ખબર ના હતી,
પરંતુ મળશું ખરાં તેવી આશા પણ અમર હતી.
દિલમાં છુપાયેલી હતી એ લાગણીઓની ભીનાશ,
અને કયારેય નહી આવે એકબીજાનાં પ્રેમમાં કડવાશ.
દિવસો વીતી ગયાં તેના.....
Past moments
Days passed and when we met,
It felt like two minds were gone, one
It was hard to tell who was meeting whom,
Hours seemed like a moment,
Somewhere, time does not pass quickly, it was annoying.
Days have passed .....
I didn't know when we would meet,
But the hope of meeting was also immortal.
The wetness of emotions that was hidden in the heart,
And there will never be bitterness in each other's love.
Days have passed .....
~Nena
0 Comments